રાજકોટ જિલ્લામાં કોરોના સંક્રમણમાં વધારો; નવા 134 કેસથી ફફડાટ

દિવાળીના તહેવારોમાં સોશ્યલ ડિસ્ટન્સ અને મોઢે માસ્ક પહેરવામાં બેદરકારીના પગલે કોરોનાનું જોર વધ્યું

રાજકોટ: સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળી પર્વના તહેવારોમાં છેલ્લા બે સપ્તાહથી જાહેર સ્થળો અને બજારોમાં લોકોની ભીડ જામી રહી છે. સોશ્યલ ડિસ્ટન્સ અને મોઢે માસ્ક પહેર્યા વિના કોરોના વાઇરસ સામે બેદરકારી દાખવતા કોરોના પોઝીટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં ફરી કોરોનાએ ઉથલો માર્યો હોય તેમ 134 પોઝીટીવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સફાળુ જાગૃત થયું છે.

સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર-પ્રસારમાં અને દિવાળી તહેવારોમાં બજારોમાં થતી ભીડના પગલે કોરોના વાઇરસના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ઓકટોબરના અંતિમ અને નવેમ્બરના પ્રારંભિક દિવસોમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતા કોરોનાનો ડર દુર થતા લોકો સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવામાં કાળજી નહીં દાખવતા સંક્રમણ વધી રહ્યું છે.

ર4 કલાક દરમિયાન જામનગર 34, ભાવનગર 14, જુનાગઢ 17, મોરબી રર, સુરેન્દ્રનગર ર0, અમરેલી 1ર, ગીર સોમનાથ 7, દ્વારકા 3, પોરબંદર ર, બોટાદ 1, કચ્છ 13 પોઝીટીવ કેસ : રાજકોટ પ, જામનગર 6, સુરેન્દ્રનગર 3 દર્દીઓના મોત

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •