વાંકાનેર: બેન્કના હપ્તા ભરવા બાબતે આધેડ ઉપર હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં બેન્કના હપ્તા ભરવાનું કહેતા મહિલા સહિત બે શખ્સોએ આધેડ ઉપર હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે શહેર પોલીસ મથકમાં નોંધાયો છે. આ બનાવ અંગે યુવાને મહિલા સહિત બે શખ્સો સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના ઈકબાલભાઇ હુશેનભાઇ કાજી (ઉ.વ.૫૨) એ આરોપીઓ નીખીલભાઇ સંજયભાઇ રાવલ તથા ભારતીબેન સંજયભાઇ રાવલ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તા.૧૧ના રોજ ફરીયાદી તથા સાહેદ બંન્ને આરોપીઓના ધરે આર.બી.એલ બેન્કના હપ્તા ભરવા માટે કહેવા ગયા હતા.

આ બાબતનું આરોપીઓને સારુ ન લાગતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરીયાદીને તથા સહેદને ગાળો આપી તથા સાહેદને ધક્કો મારી પાડી દીધા હતા. તથા આરોપીઓએ ફરીયાદીને માથાના ભાગે લાકડાનો ધોક્કો મારતા ઈજા થતા માથાના ભાગે ત્રણેક ટાકા આવતા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •