Placeholder canvas

કોરોનાએ શ્વેતાબેન મહેતા અને ગર્ભમાં રહેલા 7 માસના બાળકનો જીવ લીધો

રાજકોટ : ઘણી વખત એવું થઈ આવે કે કુદરતનો ન્યાય આવો કેમ ? ગાંધીનગરના કૃષિ વિભાગમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કાર્યરત લાગણીશીલ અને ઉમદા યુવા અધિકારી શ્વેતાબેન મહેતા (ઉ.વ.30) તેઓ આજે કોરોના સામેનો જંગ હારી ગયા. કોરોનાએ શ્વેતાબેનનના ગર્ભમાં રહેલા 7 માસના બાળક તથા શ્વેતાબેન બંનેના જીવ લીધા. ગુજરાતે એક લાગણીશીલ લેખક ગુમાવ્યા જયારે સરકારે એક ઉમદા અધિકારી ગુમાવ્યા. તેમના પરિવારે સર્વસ્વ ગુમાવ્યું.

શ્વેતાબેન મહેતા કૃષિ વિભાગ પૂર્વે નાણા મંત્રાલય (ગાંધીનગર)માં જવાબદારી નિભાવતા હતા તેઓ ખાસ કરીને કિશોરાવસ્થા, મુગ્ધાઅવસ્થામાં પ્રવેશતી બાળાઓના જીવન માટે ચિંતિત રહેતા હતા.તરૂણાવસ્થામાં પ્રવેશ કરતી દીકરીઓ શરમ કે સંકોચને કારણે ઘણીવખત એની સમસ્યાઓ અંગે પરિવારની મહિલાઓને પણ કશું જણાવતી હોતી નથી.

ત્યારે શ્વેતાબેને આવી અસંખ્ય દીકરીઓને મળીને તેઓની સમસ્યાઓ જાણી અને ‘ખીલતી કળીને વ્હાલ’ નામે તેમણે એક પુસ્ત લખ્યું. જેનું વિમોચન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરેલ હતું અને શ્વેતાબેન મહેતાની કલમને બિરદાવી હતી. આ પુસ્ત જે કિશોરાવસ્થામાં પ્રવેશેલી દીકરીઓ માટે સખી જેવુ કામ કરે છે. તાજેતરમાં તા. 17 મી માર્ચના શ્વેતાબેને ‘મોબાઇલ અને પેરેન્ટિંગ’ પર એના ફેસબુક પેઇજ પર અદભૂત લેખ લખ્યો હતો. શ્વેતાબેન મૂળ મહુવાના હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/CqPke8yvV46B8vGujhfwyh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો