કોરોના કેસની સંખ્યા રાજકોટ જિલ્લામાં 188,જુનાગઢ જિલ્લામાં 55 અને મોરબી જિલ્લામાં 14 પર પહોંચી
જૂનાગઢ શહેરમાં આજે વધુ 3 કેસ પોઝિટિવ નોંધાયા છે. શીશુમંગલ ક્રોસ રોડ મહાકાલ મંદિર પાસે રહેતા 72 વર્ષીય વૃદ્ધનો, ઓઘડનગર જોશીપરામાં રહેતા 42 વર્ષના પુરૂષનો અને સીલ્વર પાર્ક સોસાયટીમાં બ્લોક નં 3માં રહેતા 32 વર્ષના પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. આમ જૂનાગઢ જિલ્લામાં કુલ 55 કેસ નોંધાયા છે. જેમાંથી 1નું મોત, 34 ડિસ્ચાર્જ અને 20 કેસ એક્ટિવ છે.
જ્યારે રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 188 કેસ નોંધાયા છે. રાજકોટમાં હાલ 62 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં વેન્ટિલેટર પર 5 અને 13 ઓક્સિજન પર મુકાયા છે એટલે કે 18 દર્દીઓની હાલત ગંભીર છે. 62માંથી 27 દર્દીઓ રાજકોટ શહેરના, 18 રાજકોટ ગ્રામ્ય જ્યારે 17 દર્દીઓ અન્ય જિલ્લાના છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં 123, જિલ્લામાં 65 કેસ નોંધાયા છે. એટલે કો રાજકોટ જિલ્લામાં કુલ 188 કેસ પોઝિટિવ નોંધાય છે.
જ્યારે મોરબી જિલ્લામાં કુલ 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે અને 5 વ્યક્તિ સાજા થયા છે અને હાલમાં 8 એક્ટિવ કેસ છે. મોરબી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં પોઝિટિવ કેસમાં ખૂબ જ વધારો થયો છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…