skip to content

વાંકાનેર: સિંધાવદરમાં માત્ર એક જ ઘરનો કન્ટેન્મેન્ટ ઝોનમાં સમાવેશ

ગઈ કાલે વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે 52 વર્ષિય મહિલાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જેથી આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મહિલાના એક જ મકાનને કન્ટેમેન્ટ ઝોનમાં સમાવવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકાના સીંધાવદર ગામે રહેતા 52 વર્ષિય મહિલાનો કોરોના પોઝીટીવ આવેલ છે જેથી આરોગ્ય તંત્ર અને વાંકાનેર વહીવટી તંત્ર દ્વારા મહિલા જ્યા રહે છે તે વિસ્તારને સેનેટાઇઝ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવાની કવાયત પણ કરવામાં અવી હતી મળેલ માહિતી મુજબ દર્દીને હાલમાં વાંકાનેર સિવિલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને તેના એક જ મકાનને કન્ટેન્મેન્ટ ઝોનમાં રાખવામાં આવશે.

સિંધાવદર ગામના સંક્રમિત થયેલી આ મહિલાની તબિયત ખૂબ જ સારી છે ,ગઈકાલ સાંજ સુધી આખો દિવસ વાડીએ કામ કરતા હતા તેમને કોઈ પણ પ્રકારની તકલીફ નથી. ખાસ કરીને તંત્રએ જે કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કર્યો છે તેમાં માત્ર આ મહિલાનું એક જ ઘર નો સમાવેશ કર્યો છે, જોકે ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના મકાન મોટી જગ્યામાં હોય છે. સંક્રમિત ઘરની બાજુમાં કોઈનો જાપો (ફળીનો મુખ્ય ગેઈટ) ન હોય અને સૌથી છેલ્લે મકાન આવેલું હોય તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોના ઘરે દુધાળા પશુ અને ખેતીમાં ઉપયોગ લેવાતાં પશુઓ હોય છે તેમના માટે ચારો લેવા જવું વગેરે ફરજિયાત કામ રહેતું હોય અને હાલમાં ચોમાસુ અને વાવણીનો સમય હોવાથી ખેતીમાં ખૂબ જ કામ હોય આ તમામ બાબતોને અધિકારીઓએ ધ્યાનમાં લઈને ખૂબ જ નાનો કન્ટેન્મેન્ટ ઝોન નક્કી કર્યો છે. આ નિર્ણયને ગ્રામીણ વિસ્તારના લોકોઍ આવકાર્યો છે.

થોડા દિવસો પહેલાં વાંકાનેર શહેરના આરોગ્યનગરમાં રહેતા ડૉ. હરેશભાઈ હિંમતલાલ ભટ્ટનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તેની પાસે છેલ્લા દિવસોમાં જે કોઈ વ્યક્તિ સારવાર લેવા માટે ગયા હતા કે પછી તેઓ જેની સારવાર કરવા માટે ગયા હતા તે તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને તે લોકોમાં કોરોના સિમ્ટમસ જોવા મળે છે કે કેમ તે અંગેની કામગીરી હાલમાં તંત્રે હાથ ધરી છે વધુમાં મળી રહેલી માહિતી મુજબ હરેશભાઈને કોરોના આવ્યો તે પહેલા તેની પાસે છેલ્લા દિવસોમાં ૪૫ થી વધુ લોકો સારવાર લેવા માટે ગયા હતા જેથી તે લોકોને શોધીને તેના ઉપર હાલમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને હાલમાં જે મહિલાનો કોરોના પોઝીટીવ આવેલ છે તેના પરિવારજનોના પણ આગામી દિવસોમાં સેમ્પલ લેવામાં આવશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો