વાંકાનેર: સિંધાવદરમાં 52 વર્ષિય મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આજે વાંકાનેર તાલુકામાં પ્રથમ મહિલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયો…

વાંકાનેરના આરોગ્યનગરના સંક્રમિત ડૉ. હરેશ ભટ્ટ પાસેથી તબીબી સારવાર લીધી હતી.

વાંકાનેર: છેલ્લા પાંચ દિવસમાં કોરોના પોઝિટિવના ચાર કેસ સામે આવ્યા છે, જ્યારે વાંકાનેર તાલુકામાં કુલ ૫ કેસ નોંધાયા છે. જેમાંથી પ્રથમ કેસ સાજા થઇ ઘરે આવી ગયા છે. હાલ એક્ટિવ કેસ ચાર છે.

આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના કાસમપરા વિસ્તારમાં રહેતા 52 વર્ષીય મહિલા હસીનાબેન અબ્દુલભાઈ માણસિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. જે વાંકાનેર તાલુકાનો પ્રથમ મહિલા કોરોના પોઝિટિવ કેસ છે.

ગઈકાલે સીંધાવદરમાંથી કુલ ચાર વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવેલ છે જ્યારે કાસમ પરામાં રહેતા હસીનાબેન અબ્દુલભાઈ માણસિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આ રિપોર્ટ સામે આવતા જ આરોગ્યની ટીમ સિંધાવદર આ મહિલાના ઘરે દોડી ગઇ હતી, સાથે જ તાલુકા પોલીસ પણ દોડી ગઈ હતી અને કન્ટાઇમેન્ટ અને બફર ઝોનની કામગીરી હાથ ધરી હતી.

મળેલ માહિતી મુજબ આ મહિલા હાલ પોતાના ઘરે છે, અમારા માહિતી સોર્સ દ્વારા મળેલી માહિતી મુજબ આ મહિલાને વાંકાનેરના આરોગ્યનગરના સંક્રમિત ડૉ. હરેશ ભટ્ટ પાસેથી તબીબી સારવાર લીધી હતી. જેથી આ મહિલા સંક્રમિત થઈ હોવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર હરેશ ભટ્ટ વાંકાનેર આરોગ્યનગર એટલે કે પોતાના વિસ્તારમાં તબીબી પ્રેક્ટિસ કરતા હતા ઉપરાંત અમોને મળેલી માહિતી મુજબ અમરસર સીંધાવદર વિગેરે કેટલાક ગામોમાં તેવો પ્રેક્ટિસ કરતા હતા જેથી તેમના દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાવાની ખૂબ જ શક્યતા રહેલી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો