Placeholder canvas

કોંગ્રેસનો ગઢ અકબંધ: તીથવા જિલ્લા પંચાયત કોંગ્રેસ જાળવી રાખી

વાંકાનેર: તીથવા જિલ્લા પંચાયતને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, અત્યાર સુધીના પંચાયતી ઇતિહાસમાં બે અપવાદને બાદ કરતાં અહીં સતત કોંગ્રેસ જીતતી આવી છે.

તીથવા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવાર હફીઝાબેન ઇસ્માઇલભાઈ બાદીએ તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર નૂરજહાંબેન કડીવારને 2344 મતથી પરાજિત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂર્વે હફીઝાબેન બાદી રાતીદેવરી જિલ્લા પંચાયતની સીટ પરથી 200 થી ઓછા મતે પરાજીત થયા હતા. આ તેમની પ્રથમ જીત છે.

આ સમાચારને શેર કરો