Placeholder canvas

જાઇન્ટ કિલર: જાહિર અબ્બાસ મોરબી જીલ્લા પંચાયતનો સૌથી નાનો સભ્ય

વાંકાનેર: રાતીદેવરી જિલ્લા પંચાયતના ભાજપના વિજેતા ઉમેદવાર જાહીર અબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ મોરબી જિલ્લા પંચાયતના સૌથી નાના સભ્ય બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ પોતાના 40માં વર્ષે જિંદગીની પ્રથમ ચૂંટણી લડ્યા અને કોંગ્રેસના ખૂબ જ મજબૂત આગેવાન અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામભાઈ પરાસારાને 653 મતે પરાજિત કરીને જાઇન્ટ કિલર બન્યા છે.

અત્રે ઉલ્લેખનીય એ પણ ઉલ્લેખનીય છે કે આ પૂર્વે ગુલામભાઈ પરાસરાએ જાહીરઅબ્બાસ શેરસિયાના પિતા યુસુફભાઈ શેરસિયાને તીથવા જિલ્લા પંચાયત સીટ પરથી પરાજિત કર્યા હતા.

આ સમાચારને શેર કરો