Placeholder canvas

ટંકારા: લજાઈ ગામ નજીક આવેલી નમકીન બનાવતી કંપની દ્વારા ગામમાં પ્રદુષણ ફેલાવવાની ગ્રામજનોની ફરિયાદ…

લજાઈ ગામે આવેલ ફ્રુડ બનાવતી કંપની પદુષણ ફેલાવતી હોવાની ફરીયાદ સાથે જીલ્લા કલેકટર તથા ટંકારા મામલતદાર ને ગામજનો દ્વારા લેખીત રજૂઆત કરી આવેદનપત્ર પાઠવ્યું. નિયમોનો ઉલાળીયો કરી વેસ્ટ પાણી સિંચાઈની કેનાલમાં ઠાલવતા હોવાનો આક્ષેપ યોગ્ય પગલા ભરવા ઉગ્ર માંગ ઉઠી.

ટંકારા તાલુકાના લજાઈ ગામે રાજકોટ મોરબી રોડ નજીક આવેલી નમકીન બનાવતી ચીલફીલ ફુડ પ્રા. કંપની દ્વારા લજાઇ ગામમાં પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાની ગ્રામજનોએ ફરિયાદ ઉઠાવી છે. જેમાં આ કંપની દ્વારા ગટરમાં પ્રદુષિત પાણી નિકાલથી આ દૂષિત પાણી કેનાલમાં પહોંચ્યા હોવાનું અને હવામાં પણ પ્રદુષણ ફેલાવવામાં આવતું હોવાથી ગામલોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભું થયું છે. આથી ગ્રામજનોએ ટંકારા મામલતદાર અને મોરબી કલેક્ટરને આવેદન આપી કંપની દ્વારા ફેલાવાતું પ્રદુષણ તાત્કાલિક બંધ કરવા અને કંપનીને સિલ કરી ઉત્પાદન જ બંધ કરાવવાની માંગ કરી છે.

આવેદનપત્ર વખતે જણાવ્યું હતું કે ફેક્ટરીની આજુ બાજુમાં રહેતા લોકોના આવી પ્રકારની ગંધથી કાયમી માનસીક સ્થિતી ખરાબ બની છે અને ઘરની બહાર નીકળવામાં પણ હેરાનગતી ઉભી થાય છે. આ દુર્ગંધના કારણે લજાઈ ગામમાં રહેતા લોકોને તેમના ઘરમાં પણ રહેવુ મુશ્કેલ થઈ પડયું છે. સગા વહાલા સબંધી આવે ત્યારે કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. આથી ગ્રામજનો દ્વારા આ કંપનીને અનેકવાર મોખીક રજુઆત કરવામા આવેલી અને ગ્રામજનોને થતી તકલીફ અંગે જણાવેલ છે. પરંતુ આ કંપની દ્વારા ગ્રામજનોની રજુઆતને ધ્યાનમાં લીધેલ નથી અને કંપની દ્વારા કોઈ યોગ્ય પગલા તેમજ કોઈ ગંભીરતા લેવામાં આવેલી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગંભીર રજુઆત બાદ તંત્ર દ્વારા તથા લગત વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી નિયમોનું પાલન કરવા અને ભંગ થતો જણાય તો કડક પગલાં ભરવા જોઈએની માંગ કરી છે.

આ સમાચારને શેર કરો