વાંકાનેરમાં એપ્રિલમાં ચોરાયેલા બાઈકની ફરિયાદ નોંધાઇ..!!
એપ્રિલનો બનાવ નવેમ્બરમાં નોંધાતા ચોર પોલીસના હાથવેંતમાં હોવાની શક્યતા
વાંકાનેર : વાંકાનેરમાં વડ નીચે પાર્ક કરેલા બાઈકની ચોરી થઇ હોવાની ફરિયાદ વાંકાનેર તાલુકામાં દાખલ કરવામાં આવી છે. હાલમાં પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામમાં રહેતા આંબાભાઇ હમીરભાઇ નાકીયાએ ગત તા. 10 એપ્રિલના રાત્રીના નવેક વાગ્યાથી તા. 11 એપ્રિલના સવારના પાંચેક વાગ્યાના અરશામા વાંકાનેરમાં ગીરીરાજ હોટલ પાસે રામાપીરના મંદીરે વડલા નીચે હીરો સ્પ્લેન્ડર પ્રો. રજી નંબર જીજે-૦૩-એફ ઇ-૬૦૭૯ પાર્ક કર્યું હતું. ત્યારે આ બાઈક અજાણ્યો શખ્સ ચોરી ગયો હતો. એપ્રિલ મહિનાનો બનાવ નવેમ્બર મહિનામાં નોંધાતા ચોર પોલીસના હાથવેંતમાં હોવાની શક્યતા જણાય રહી છે.