વાંકાનેર: કારખાનામાં સીડી પરથી લપસી પડતા યુવકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં સીડી પરથી લપસીને પડી જતા યુવકનું મોત થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 20ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર કલરટાઇલ કારખાનામાં કામ કરતા બબલુકુમાર ઓમપ્રકાશ રામ (ઉ.વ. 26, મુળ ગામ પીપરસાત (યુ.પી.)) સીડી પરથી લપસી ગયા હતા. જેથી, તેને કમરના ભાગે તથા માથાના ભાગે ઇજા થઈ હતી. તેને મોરબીની સીવીલ હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •