વાંકાનેર : સરતાનપર રોડ પર ટ્રકમાંથી પડી જતા યુવકનું મોત

વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રકના છાપરા પર ચડેલા યુવકને ચક્કર આવ્યા હોવાથી પડી જતા તેનું મોત થયું છે. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 20ના રોજ વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રકના છાપરા પર ચડેલા રામસ્વરૂપ ભુરાલાલ ગુર્જર (ઉ.વ. 42, રહે. મુળ ભોપાલપુર, તા. જદાજપુર, જી. ભીલવાડા, રાજસ્થાન)ને છાતીમાં ગભરામણ થતા અને ચકકર આવતા પડી ગયા જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ સમાચારને શેર કરો