વાંકાનેરનો સ્ટુડિયો સંચાલક સામે T સિરિઝની કોપીરાઈટ ભંગની ફરિયાદ

પ્રિવેડિંગ શૂટિંગમાં ટી-સિરીઝના ગીતોનો ઉપયોગ કરતા દરોડો, કોમ્યુટર સીપીયુ કબ્જે લેવાયું

વાંકાનેર : હિન્દી ફિલ્મોના ગીતનો વ્યાપારિક ધોરણે ઉપયોગ થતો હોવાની વાત જગજાહેર છે, ત્યારે ગઈકાલે વાંકાનેરમાં પ્રિવેડિંગ શૂટિંગમાં હિન્દી ફિલ્મોના ગીત મુકવા બદલ સ્ટુડિયો સંચાલક ટી-સિરીઝ કંપનીની ઝપટે ચડતા પોલીસે કોમ્પ્યુટર અને સીપીયુ કબ્જે કરી ગુન્હો દાખલ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની મેઈન બજારમાં આવેલ બંટી સ્ટુડિયોના સંચાલક અલ્કેશ બાબુભાઈ ટોલિયા લગ્ન સમારોહ અને પ્રિવેડિંગ શૂટિંગમાં ટી સિરીઝ કંપનીના કોપીરાઈટ ગીતોનો ઉપયોગ કરતા હોવાથી કંપનીના કર્મચારી સંજયસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલે પોલીસ ફરિયાદ નોંધાવતા

પોલીસે કોપીરાઈટ એક્ટ ઈ.સ. ૧૯૫૭ની કલમ ૫૧,૬૩,૬૫,૬૮(A) મુજબ આરોપીની દુકાનમાંથી ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ગીતો સંગ્રહ કરેલ કોમ્પ્યુટરનું સીપીયુ આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો
  • 46
  •  
  •  
  •  
  •  
  •  
    46
    Shares