વાંકાનેર: શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મંદિરે ભરાતો મેળો રદ

કોરોના કાળમાં સાવચેતીને ધ્યાને લઈને સતત બીજા વર્ષે લોકમેળો રદ થયો.

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે લોકોમેળો ભરાય છે. ત્યારે કોરોના મહામારીનો ધ્યાને લઈને આ વખતે પણ મેળો રદ કરવામાં આવ્યો છે. આમ સતત બીજા વર્ષે વાંકાનેરના જડેશ્વર મંદિરે ભરાતો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

વાંકાનેર નજીક આવેલ સુપ્રસિદ્ધ સ્વંયભુ જડેશ્વર મંદિરે વર્ષોથી શ્રાવણ માસના બીજા સોમવારે ભવ્ય લોકોમેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં સોરાસ્ટ્ર ભરમાંથી લોકો ઉમટી પડીને મેળાની મોજ માણીતા હોય છે. આ લોકમેળાને છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીનું ગ્રહણ નડયું છે. ગયા વર્ષ બાદ આ વર્ષે પણ વાંકાનેરના જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસના બીજા સોમવારનો લોકમેળો રદ કરવામાં આવ્યો છે.

આ સમાચારને શેર કરો
  • 124
  •  
  •  
  •  
  •  
  •  
    124
    Shares