અખિલ ભારતીય કોળી સમાજની મીટીંગમાં થયેલ ઠરાવો/નિર્ણયો ગેરબંધારણીય

મીટીંગમાં થયેલ ઠરાવો અને નિર્ણયો ગેરબંધારણીય હોવાનો સુર

રીપોર્ટર શાહરુખ ચૌહાણ વાંકાનેર
અખિલ ભારતીય કોળી સમાજ નવી દિલ્હીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કુંવરજીભાઈ બાવળિયાને વર્ષ ૨૦૧૭ થી ૧૬ રાજ્યોના પ્રતિનિધિઓની સર્વસંમતીથી જવાબદારી સોપવામાં આવી હતી જેની મુદત ૨૦૨૦ માં પૂર્ણ થઇ હોય અને કોરોનાને કારણે ચુંટણી યોજીના સકાતા તા. ૧૦-૦૮-૨૦૨૦ ના રોજ વિડીયો કોન્ફરન્સથી રાષ્ટ્રીય કારોબારી મીટીંગ બોલાવેલ જેમાં ૪૦ રાષ્ટ્રીય કારોબારીના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય કારોબારીની મીટીંગની તારીખ 1 વર્ષ સુધીનો સમયગાળો વધારવા સર્વસંમતીથી નિર્ણય થયેલ

અજમેર ખાતે યોજાયેલ મીટીંગમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે સંસ્થાના પ્રમુખ અધ્યક્ષ સીનીયર હોદેદારોની સંમતી વિના આયોજન થયેલ અને મીટીંગમાં ઉપસ્થિત રહેલ સભ્યો મનુભાઈ ચાવડા કે જે સંસ્થાના સભ્ય પણ નથી હેમંત ભાટી જે રાષ્ટ્રીય કારોબારીના સભ્ય પણ નથી તેની ઉપસ્થિતિમાં માત્ર ૩ જ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષો ઉપસ્થિત રહેલ જેથી પૂરતા સભ્યોની હાજરી ના હોય તેવા ઠરાવ કે નિર્ણય ગેરબંધારણીય હોવાનું અખિલ ભારતીય કોળી સમાજ મોરબીના પ્રમુખ અને હોદેદારોની યાદીમાં જણાવ્યું છે.

કોઈપણ સંસ્થાની ચુંટણી કરવાની હોય તો સંસ્થાના વરિષ્ઠ હોદેદારોની સહમતી મેળવી મતદાર યાદી રાષ્ટ્રીય કારોબારી સદસ્યોની યાદી તૈયાર કરી ચુંટણી અંગે અગાઉથી તમામ સદસ્યોને એજન્ડાની જાણ કરવી જરૂરી હોય પરંતુ મીટીંગના કોઈપણ જોગવાઈનું પાલન થયેલ નથી અને મીટીંગ તેમજ ચૂંટણી પ્રક્રિયા સંસ્થાના બંધારણની વિરુદ્ધ છે.

રાજ્યના મંત્રી તરીકે પાણી પુરવઠો, પશુધન અને ગ્રામ ગૃહ નિર્માણ જવાબદારી હોય સ્થાનિક સંસ્થાઓ સાથે જોડાયેલ હોય અને જવાબદારીમાં સતત વ્યસ્ત રહેતા હોય બીજા રાજ્યમાં સમય ફાળવી શકાતો ના હોય જેથી સ્વૈચ્છિક રીતે જવાબદારીમાંથી મુક્ત થઇ કોઈ યુવાન અને સારી વ્યક્તિને તક મળે સંગઠન મજબુત બને તેવા હેતુસર સ્વૈચ્છિક રીતે મુક્ત થવા ઈચ્છા વ્યક્ત કરેલ હોવાનું પણ મોરબી અખિલ ભારતીય કોળી સમાજની અખબારી યાદીમાં જણાવ્યું છે

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •