વાંકાનેર સિવિલ હોસ્પિટલના મહિલા ડૉક્ટરે દર્દીના સગા સામે ફરજમાં રૂકાવટ ફરિયાદ કરી.
વાંકાનેર : વાંકાનેરની સિવિલ હોસ્પિટલ હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. ત્યારે વધુ આ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.જેમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલના મહિલા તબીબને દર્દીના સગાએ ગાળો આપી લાકડી બતાવી ડરાવીને ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ નોંધાઈ છે.વાંકાનેર પોલીસે મહિલા તબીબની ફરિયાદના આધારે એક શખ્સ સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સૌપ્રથમ તો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફની કમી હર હંમેશા સતાવતી રહે છે ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફની ઘટ હોવાથી દર્દીઓ અને તેના સગા સાથે ફરજ પરના સ્ટાફને ઘર્ષણ થતું રહે છે. હોસ્પિટલમાં અધિક્ષક અને આર.એમ.ઓ.ઉણપ વર્તાય રહી છે. તેમજ એક પણ ફિઝિશિયન ન હોવાના કારણે તેમજ દવાના અપુર્તા જથ્થાના કારણે દર્દીને ભારે હાલાકી ભોગવવી પડે છે. પરિણામેં વાંકાનેર સીવીલ હોસ્પિટલમાં ઈમરજન્સીમાં આવેલ કેશો કે એકસીડન્ટના કેસો કે મારામારીના કેસોમાં સામાન્ય સારવાર કરી મોટાભાગના કેસો રાજકોટ રીફર કરવા પડે છે.
વાંકાનેર સીટી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડો. મહેજબિન મહોમ્મદભાઇ માણસીયા (ઉ.૨૫) ગઇકાલે તેની ફરજ ઉપર હતા ત્યારે વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના રાજેન્દ્રસિંહ જગુભાઈ ઝાલા તેમની માતા વિજયાબા ઉ.વ. ૯૦ ને સારવાર માટે સીવીલ હોસ્પિટલ લાવ્યા હતાં. જેનું શુગર ખૂબ જ ઘટી ગયુ હતુ તેમજ બીપી હાઈ હોવાથી વિજયાબાને પ્રાથમિક સારવાર આપીને તેને રાજકોટ રીફર કરવાનું કહેતાં રાજેન્દ્રસિંહ એ ડો. મહેજબીન તેમજ હોસ્પિટલના સ્ટાફને લાકડી બતાવીને ડરાવી ધમકાવીને ગાળો આપી હતી. જેથી ફરજ પરના ડોક્ટર દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 186, 504 જીપીએકટ 135 મુજબ ફરિયાદ નોંધી બનાવની વધુ તપાસ બીટ જમાદાર નારણભાઈ લાબડીયા ચલાવી રહ્યા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…