Placeholder canvas

દૂધમાં મિલાવટ રોકવા માટેનો મહત્વનો નિર્ણય, નવો નિયમ 2020થી લાગુ થશે..

સંગઠિત ક્ષેત્રની દૂધ કંપનીઓ જેવી મધર ડેરી, અમૂલ, પારસને પણ પોતાના દૂધના સેમ્પલની તપાસ FSSAIની લેબમાં કરાવવી પડશે

દૂધની શુદ્ધતાને જાળવી રાખવા માટે અને તેની ગુણવત્તા વધુ સારી કરવા માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ 1 જાન્યુઆરી 2020થી સંગઠિત ક્ષેત્રની દૂધ કંપનીઓ જેવી મધર ડેરી, અમૂલ, પારસને પણ પોતાના દૂધના સેમ્પલની તપાસ FSSAIની લેબમાં કરાવવી પડશે. તમને જણાવી દઈએ કે, દૂધની શુદ્ધતાને લઈ FSSAIએ પોતાનો સર્વે રિપોર્ટ જાહેર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર, 41 ટકા પ્રોસેસ્ડ અને કાચુ દૂધ ગુણવત્તાપૂર્ણ રીતે ઓછુ છે. જ્યારે 41 ટકા દૂધમાં ફેટ અને એસએનએફ એટલે કે, સોલિડસ નોટ ફેટની માત્રા પણ નક્કી ધોરણોથી ઓછી મળી આવી છે.

41 ટકા દૂધની દુણવત્તા ઓછી છે. પવન અગ્રવાલનું કહેવું છે કે, 41 ટકા પ્રોસેસ્ડ અને કાચુ દૂધ ગુણવત્તાપૂર્ણ રીતે ઓછુ છે. 41 ટકા દૂધમાં ફેટ અને એસએનએફ એટલે કે સોલિડ્સ નોટ ફેટની માત્રા ઓછી મળી આવી છે. પરંતુ એવું બિલકુલ નથી કે તેનો ઉપયોગ ન કરી શકાય. તેના બે કારણ છે કે એક તો ગાયને પ્રોપર ખાવાનું ના મળતુ હોય અથવા દૂધમાં પાણી મિલાવી વેચવામાં આવે છે. …………………………………………………………………………………..

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…. ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો….

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.… ………………………………………………………………………………….

પવન અગ્રવાલનું કહેવું છે કે, ખોયા, પનીર અને ઘીમાં મિલાવટને લઈ ફરિયાદો મળી છે. રાજ્ય સરકારો સાથે મળીને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આ ઉત્પાદનો પર સર્વિલેન્સ કરવામાં આવી રહ્યું છે, તેનું પરિણામ નવેમ્બરના પહેલા અઠવાડીયામાં આવી જશે. ત્યારબાદ આવી પ્રેક્ટિસ દેશભરમાં કરવામાં આવશે.પવન અગ્રવાલનું કહેવું છે કે, કાચા દૂધની ગુણવત્તા અને સુરક્ષા માટે પંજાબ પાર્મર ઓર્ગેનાઈઝેશન સાથે એક મોડલ પર કામ કરી રહ્યા છીએ.

દૂધ પર જાહેર થયો FSSAIનો નવો સર્વે – સર્વે રિપોર્ટ અનુસાર, દેશમાં 93 ટકા દૂધ શુદ્ધ અને સુરક્ષિત છે. બાકી 7%માં ontaminants વધુ મિલાવટ છે. 5.7 ટકા સેમ્પલમાં અપલટોક્સિન એમ 1 નક્કી સીમાથી વધારે છે. 1.2 ટકા સેમ્પલમાં એન્ટી-બાયોટિક્સ નક્કી સીમા કરતા વધારે છે. કુલ 6432 સેમ્પલમાં માત્ર 12(0.18%)માં યૂરિયા, ડિટરજન્ટ અને હાઈડ્રોજન પેરોક્સાઈડ જેવી મિલાવટ જે સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. જ્યારે 6432 સેમ્પલમાંથી 156માં maltodextrin અને 78માં શુગર મળી આવી છે. આ તપાસ માટે દેશભરમાં મે 2018થી ઓક્ટોબર 2018 વચ્ચે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. 50 હજારથી વધારે જનસંખ્યાવાળા 1103 શહેરોમાં 6432 દૂધના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો