Placeholder canvas

ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વઘવાની શકયતા…

હજુ ગયા સપ્તાહે પડેલા માવઠાના નુકસાનમાંથી ખેડૂતોને કળ વળી નથી ત્યાં તો ફરી માવઠાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગામી 5-7 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.વરસાદને કારણે ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વઘવાની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મોહંતી મનોરમાએ જણાવ્યું છે કે, આગામી 7 દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના નથી.પરંતુ પંચમહાલ, દાહોદ, ખેડામાં આજે હળવો વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલથી બે દિવસ દક્ષિણ ગુજરાત હળવા વરસાદની શક્યતા છે. વડોદરા, ભરૂચમાં પણ વરસાદની સંભાવના છે.આગામી 24 કલાકમાં દાહોદ, પંચમહાલ, મહીસાગર અને ખેડામાં વરસાદ પડી શકે છે. વરસાદ પડવાનું કારણ ઉત્તર પૂર્વીય અરબ સાગરમાં એક સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસર દક્ષિણ ગુજરાત પર થશે.

આ સમાચારને શેર કરો