Placeholder canvas

આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હજુ 5 ડિસેમ્બર એટલે કે આવતીકાલ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.ભારે પવન સાથે છૂટો છવાયો કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.જેને ધ્યાને રાખીને ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

અરબ સાગરમાં સર્ક્યુલેશન સર્જાતાં રાજ્યમાં ઠંડીની સીઝનમાં ફરી વરસાદી માહોલ સર્જાયો છે. ગત અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક માવઠાંની અસરને પગલે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. હવે ફરી ધરતીપુત્રો માટે માઠા સમાચાર છે.આવતીકાલ સુધી અનેક જિલ્લામાં પવન સાથે છુટાછવાયા હળવા વરસાદની સંભાવના છે.

આ સમાચારને શેર કરો