Placeholder canvas

ગાંધીધામ પોલીસે 800 કરોડનું 80 કિલો કોકેઈન ઝડપી પાડ્યું

ગુજરાત પોલીસ ડ્રગ્સના રેકેટને તોડી પાડવા માટે સતત સક્રિય છે. ત્યારે ગાંધીધામ પોલીસે 800 કરોડનું 80 કિલોગ્રામ કોકેઇન ઝડપી પાડ્યું છે. ગાંધીધામ પોલીસની કામગીરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી હતી અને કહ્યું કે પંજાબ, હરિયાણાએ જેટલું વર્ષોથી ડ્રગ્સ નથી ઝડપ્યું તેટલું ગુજરાત પોલીસે 2 વર્ષમાં પકડ્યું છે.

ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના દરીયાઈ કાંઠાના ગામોમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલા માદક પદાર્થોના મોટા જથ્થાની હેરાફેરી થવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે LCB, SOG અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી દરીયાઈ કાંઠાના ગામોમાં સધન ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું હતુ. તથા શંકાસ્પદ ઇસમોની પ્રવૃતિઓ ઉપર સતત વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન LCBને હકીકત મળેલ કે મીઠીરોહ૨ દરીયા કિનારે અમુક ઇસમો ડ્રગ્સનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે. જે આધારે પોલીસની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને 80 કિલોગ્રામ ડ્રગ્સના પેકેટો કબજે લીધા હતા.

આ સમાચારને શેર કરો