Placeholder canvas

સાવધાન રહેજો: વાંકાનેર ખાતે મુસાફરીના સ્વાંગમાં ચોરી કરતી રીક્ષા ગેંગ સક્રિય…

પેસેન્જરને રિક્ષામાં બેસાડી મુસાફરીના સ્વાંગમાં બેઠેલા ગંઠીયાઓએ ઉલટીનું નાટક રચી યુવાનનું પાકીટ સેરવી લીધું !

વાંકાનેર: થોડા સમય અગાઉ રાજકોટ અને આજુબાજુના વિસ્તારોમાં ઠગાઈની નવી રીત અપનાવી ચોરી કરતી રિક્ષા ગેંગ સક્રિય થઈ હોય, જે મુસાફરીના સ્વાંગમાં ઉલટીનું નાટક રચી પેસેન્જરોના પર્સ, કીંમતી સામાનની ચોરી કરતી હોય, જેને પોલીસે પકડી લીધી હોય, બાદમાં આવી રીતે ચોરી-ઠગાઈના બનાવને અંજામ આપતી વધુ એક ગેંગ વાંકાનેર વિસ્તારમાં સક્રિય બની હોવાનો ઘાટ સર્જાયો છે, જેમાં ગઈકાલે બપોરે વાંકાનેર શહેરની હાઇવે ચોકડી ખાતે આ ગેંગના ત્રણ સભ્યો દ્વારા એક મુસાફરને રિક્ષામાં બેસાડી ઉલટીનું નાટક રચી પેસેન્જરના પર્સની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરની હાઇવે ચોકડી ખાતે આજે બપોરે ૨:૩૦ વાગ્યે કમલેશકુમાર યાદવ નામનો યુવાન હાઇવે જકાતનાકાથી માર્કેટિંગ યાર્ડ તરફ પાવરટ્રેક કંપની શોરૂમ તરફ જવા એક સીએનજી રીક્ષામાં બેસતાં થોડા આગળ જતાં જ અન્ય બે અજાણ્યા શખ્સો પણ રિક્ષામાં બેસી અચાનક ચાલુ રિક્ષામાં ઉલટીનું નાટક કરી, યુવાનના ખીસામાંથી પાકીટની ઠગાઈ કર્યા બાદ રીક્ષા ડ્રાઈવરે રિક્ષા ઉભી રાખી યુવાનને નીચે ઉતારી બીજી રિક્ષા કરી લેવાનું જણાવી ત્યાંથી નીકળી ગયા હતા, બાદમાં યુવાને ચેક કરતાં તેના પાકીટમાં રાખેલ રૂ. ૫,૦૦૦ ની રોકડ રકમ, બે ATM સહિતની ઠગાઈ થયાનું જણાતાં તેણે બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી, જેથી બાબતે પોલીસે આ ટોળકીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે….

ઉપરોક્ત નવી રિક્ષા ગેંગ વાંકાનેર સહિત આજુબાજુના વિસ્તારમાં સક્રિય બની હોય, જેથી રિક્ષામાં મુસાફરી કરતા તમામ નાગરિકોને મુસાફરી દરમ્યાન સચેત રહેવું.

આ સમાચારને શેર કરો