Placeholder canvas

વાતાવરણમાં પલ્ટો: કમોસમી છાંટા: વાતાવરણમાં ઠંડક…

હવામાન વિભાગ દ્વારા બે દિવસ પૂર્વે તા.20 અને 21 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ આજે સવારથી મોરબી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને બપોરે અઢી વાગ્યાની આસપાસ મોટાભાગના મોરબી જિલ્લામાં કમોસમી છાંટા ચાલુ થયા હતા. જે સાંજના પાંચ વાગ્યે પણ ચાલુ હતા.

હાલમાં રાજ્યભરમાં હીટવેવની અસર હતી અને ગરમીનો પારો વિક્રમી સપાટીએ પહોંચી હતો, ત્યારે હવામાન વિભાગ દ્વારા તા.20 અને 21 એપ્રિલના રોજ સુરત, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, દાહોદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસવા આગાહી કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકામાં અઢી વાગ્યાની આસપાસ વરસાદી માહોલ જામ્યો હતો અને છાંટાની શરૂઆત થઈ હતી, ગ્રામ્ય વિસ્તારમાં થોડીવાર તો સારો એવો પવન પણ ફૂંકાયો હતો જેમના કારણે વાડી વિસ્તારમાં કયા ઝાડવા પડી ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. આ છાંટા કારણે ખેડૂતોના જીવ પડીકે બંધાયો હતો અને ઉનાળુ પાક હજુ વાડીમાં ઊભા છે તેમાં નુકસાની આવવાની શક્યતા છે. તેમ જ પશુ માટે રાખવામાં આવેલો ચારો પલળી ન જાય અને બગડી ન જાય એ માટે એમને ઢાંકવાની કામગીરી તાબળ તોબ શરૂ કરી દીધી હતી.

આજે સવારથી મોરબી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને બપોરના સમયે અઢી વાગ્યાથી મોટાભાગના વિસ્તારમા કમોસમી છાંટા વરસતા લોકોને લાંબા સમય બાદ ગરમીમાં રાહત મળી હતી.

આ સમાચારને શેર કરો