Placeholder canvas

ચોટીલા તાલુકા પંચાયતનાં નવા પ્રમુખ – ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી

ચોટીલા તાલુકા પંચાયતની બીજી ટર્મની ચૂંટણીમાં પાર્ટી વ્હીપ ના અમલ સાથે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી
નવા પ્રમુખ વાજતે ગાજતે સમાજનાં આગેવાનો અને સંતો સાથે કચેરી ખાતે આવેલ હતા તાલુકા પંચાયત મિટીંગ હોલમાં ચૂટણી અધિકારી તરીકે પ્રાત અધિકારી પ્રિયંક કુમાર ગળચર ને પક્ષનો વ્હીપ વંચાણે લઈને ઉપસ્થિત 14 સદસ્યોની બહુમતી એ પ્રમુખ તરીકે શાંતુબેન પીઠાભાઈ વાઘેલા, ઉપપ્રમુખ તરીકે નકાભાઈ રવાભાઈ સાબળીયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી

આ પ્રસંગે જીલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ અનામત કેડર પ્રમુખ તરીકે આવતા મહિલા પ્રમુખ અને તેમના પતિ પીઠાભાઈ વાઘેલા નું સામાજીક રાજકીય આગેવાનોએ ફુલહાર થી સન્માનિત કરી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા

ચોટીલા તાલુકાના રાજકારણમાં અસરકારક જુથવાદ ની અસર તાલુકા પંચાયતની બીજી ટર્મ મા થવાની શક્યતા ની ચર્ચા ઉઠી હતી પરંતુ તે પદ અનામત આવતા અનેક નાં અરમાનો અધુરા રહ્યા હતાં.

આ સમાચારને શેર કરો