Placeholder canvas

વાંકાનેર: જિલ્લાકક્ષાની એથ્લેટીક્સમાં એસ.એમ.પી.હાઈસ્કૂલ સિંધાવદરનો દબદબો

વાંકાનેર: સ્કૂલ ગેમ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત મોરબી જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધામાં વાંકાનેર તાલુકાના સિંધાવદર એસ.એમ.પી.હાઈસ્કૂલ નો દબદબો

ગત તારીખ 12.09.2023 થી 13.09.2023 સુધી મોરબી જિલ્લાના સાદુળકા માં સર્વોપરી વિદ્યાસંકુલ મુકામે જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં જિલ્લાભરમાંથી આવેલા સ્પર્ધકોમાંથી સિંધવાદરની એસ.એમ.પી.ના વિદ્યાર્થીઓએ દોડ,કૂદ અને ફેંક ની અલગ અલગ ઇવેન્ટ માં 13 વિદ્યાર્થીઓએ નંબર મેળવ્યો હતો. જેમાં અંડર19 બહેનો માં પરાસરા માહેનુર ગોળા ફેંક માં પ્રથમ, બાવરીયા જાગૃતી ઊંચી કુદમાં અને 400મીટર દૌડમાં પ્રથમ, શેરસીયા ફેમીદા 100મીટર માં દ્વિતિય, સારદીયા નયના 1500મીટર માં દ્વિતિય, ગમારા રિધ્ધિ લાંબી કુદ માં દ્વિતિય, અંડર17 માં શેરસીયા ફિઝા 100મીટર વિઘ્નમાં દ્વિતિય,શેરસીયા નઝીરા 1500મીટર માં તૃતીય, અંડર14માં પરાસરા નરગીસ 80મીટર વિઘ્નમાં પ્રથમ ને 100મીટર માં દ્વિતિય, શેરસીયા દિલકસ ગોલાફેંક માં તૃતીય અને ભાઈઓમાં અંડર15માં પરાસરા મોહંમદસોબાન ચક્ર ફેંકમાં દ્વિતિય અને 100મીટરમાં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરીને શાળા તેમજ સમગ્ર વાંકાનેર વિસ્તારનું નામ રોશન કર્યું છે.

વિજેતા થયેલા તમામ ખેલાડીઓ તેમજ કોચ ને મોરબી SAG કચેરીના વડા રવી સાહેબ ચૌહાણ તેમજ શાળા ના આચાર્ય સાહેબે અભિનંદન પાઠવ્યા હતા.હવે આવનારા દિવસોમાં એસ.એમ.પી. હઈસ્કૂલના વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાએ ભાગ લેવા માટે જશે.

આ સમાચારને શેર કરો