Placeholder canvas

વાંકાનેર: લક્ષ્મીપરા આંગણવાળી ખાતે “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈ યોજાઇ

વાંકાનેર સીટી ઘટક -૧માં લક્ષ્મીપરા B ખાતે “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત મુખ્ય સેવિકા ના માર્ગદર્શન હેઠળ આંગણવાડી લક્ષ્મીપરા B, 25 વારીયા A અને મોમીનશેરી દ્રારા આંગણવાડી કેન્દ્રમાં વાનગી સ્પર્ધા અને પોષણ સલાડની હરીફાઈ યોજી તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

લાભાર્થીઓને વિવિધ શાકભાજીમાંથી કેટલા પ્રમાણમાં પોષણ મળે છે તે અંગે આ.વાડી કાર્યકર બહેનો દ્વારા સમજ આપવામાં આવી હતી અને ખાસ કિશોરીઓને યોગા અને કરાટા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ કિશોરીઓ દ્વારા બનાવેલી વાનગીનું નિદર્શન કરી વિજેતા કિશોરીઓને ઇનામ વિતરણ કર્યું હતું . આ કાર્યક્રમમાં મુખ્યસેવિકા ચાંદની બેન અલ્પાબેન તથા આરોગ્ય વિભાગના ડૉ. અનિલ પરમાર હાજર રહ્યા હતા અને તેઓએ લાભાર્થીઓને “સહી પોષણ દેશ રોશન” અંતર્ગત પોષણ વિશે માર્ગદર્શન આપ્યું હતું.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IEuz1mb5RgG8uPqLzlZ9Bo

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો