મોરબી જિ. પં.ના પ્રમુખ કિશોર ચીખલીયાના આગોતરા શરતી જામીન મંજુર
મોરબી : લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાના આગોતરા શરતી જામીન કોર્ટે મંજુર કરી આપ્યા છે.
મળેલ માહિતી મુજબ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જ્યારે કારોબારી સમિતિના ચેરમેન હતા ત્યારે તેઓએ વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ જમીનને બિનખેતી કરવા માટે એક અરજદાર પાસે રૂ.3 લાખની લાંચ માંગી હતી.જે તે સમયે અરજદારે ફરિયાદ કરતા એસીબીની દોઢ વર્ષની તપાસના અંતે તાજેતરમાં પ્રમુખ વિરુદ્ધ લાંચ માગ્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હજુ સુધી પ્રમુખ ફરાર હોય તેઓએ આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના પગલે કોર્ટે આજે 10 હજારના બોન્ડ ઉપર આગોતરા શરતી જામીન મંજુર કર્યા છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.….