વાંકાનેર:લુણસર ગામ પાસે ખરાબામાંથી રૂ. 1,80,000નો દારૂ જપ્ત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામના ખરાબામાંથી રૂ. 1,80,000ની કિંમતનો બિનવારસી દારૂ વાંકાનેર તાલુકા પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. ડી. પરમાર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શિવરાજસિંહ ઇન્દ્રસિંહ વાળાને મળેલી બાતમીના આધારે લુણસર ગામથી દેરાળા ગામે જવાના જુના માર્ગે ધર્મેન્દ્રભાઈ વસીયાણીની વાડી નજીક આવેલ ખરાબમાં બાવળની કાટ અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની 50 પેટીઓ સીલબંધ 600 બોટલ કિંમત રૂ. 1,80,000નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તે દારૂ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…