Placeholder canvas

લીંબડી: ભલગામડા નજીક છકડો રીક્ષા પલ્ટી જતા પાંચ મજુરો ઇજાગ્રસ્ત…

લીંબડી તાલુકાના ભલગામડા ગામની સીમમાં ખેતરમાં કાલા કપાસ વીણી શ્રમજીવી મજુરો લઇ પરત આવી રહેલો છકડો રીક્ષા ભલગામડા માર્ગે પલ્ટી ખાઈ પાણી ભરેલા વોકળામાં ખાબકતા 5 જેટલા શ્રમજીવી મજુરોને ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે શ્રમજીવી મહિલાની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે.

લીંબડી તાલુકાના ભલગામડા ગામના ખેતમજૂરો સીમમાં કપાસ વીણવા ગયાં હતાં અને પરત આવતા છકડો ચાલક મસરૂભાઇ કટુડિયા એ છકડો રીક્ષા પરનો કાબુ ગુમાવતા છકડો રીક્ષા નાળા નીચે વોકળામાં ખાબકતા 5 શ્રમજીવી મુસાફરો ને ઇજાઓ પહોંચી હતી જેમાં બે મહિલા પાણી મા ગરકાવ થઈ ગયા હતા મદદે દોડી ગયેલા લોકો એ મહા મહેનતે પાણીમાંથી ખેંચી બહાર કાઢ્યા હતા.

આ સમાચારને શેર કરો