ચંદ્રપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં. 11ની પેટા ચૂંટણીમાં દક્ષાબા ઝાલાનો ભવ્ય વિજય
વાંકાનેર : ચંદ્રપુર ગ્રામ પંચાયતના વોર્ડ નં. 11ના તત્કાલિન સભ્ય હરિશ્ચંદ્રસિંહ ઝાલા ગ્રામ પંચાયતના સરપંચની પેટા ચૂંટણીમાં ઉમેદવારી કરતા અને તેઓ સરપંચ તરીકે ચૂંટાઇ આવતા વોર્ડ નંબર 11 સભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું તેમના અનુસંધાને આ વોર્ડની પેટા ચૂંટણી ગત તા. 19 જાન્યુઆરીના રોજ યોજવામાં આવી હતી.
આ પેટા ચુંટણીમાં કિશોરસિંહ મુળરાજસિંહ ઝાલા, જયેશકુમાર વજેરામ મઢવી તથા દક્ષાબા હરિશ્ચન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં કુલ 382 નું મતદાન થયુ હતુ. જેમાં ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચના પત્ની દક્ષાબા ઝાલાએ 245 મત મેળવી 131 મતની લીડથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ સરપંચ હરિશ્ચંદ્ર સિંહ પોતાનો વોર્ડ જાળવી રાખવામાં સફળ થયા છે અને હવે પતિ-પત્ની બંને ચંદ્રપુર ગ્રામ પંચાયતમાં પ્રતિનિધિત્વ કરશે.