skip to content

વાંકાનેર: ગેસનો બાટલો બદલાવતી વખાતે આગ લાગતા સસરા-જમાઈ દાઝયા

વાંકાનેર: ગુલાબનગરમાં ઘરમાં ગેસનો બાટલો બદલાવતી વખાતે બાટલો લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેમાં સસરા- જમાઈ દાઝી જતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ કલાવડના વ્હોરવાડમાં રહેતા જેનુલ આબેદીન જીંદાણી મતવા (ઉ.વ 27) નામનો યુવાન વાંકાનેરમાં રાજવડલા રોડ પર આવેલા ગુલાબનગરમાં તેના સસરાના ઘરે આવ્યો હતો. રાત્રીના તે ગેસનો બાટલો બદલાવતો હતો.ત્યારે અકસ્માતે ગેસનો બાટલો લીકેજ થતા ઘરમાં આગ લાગી હતી.જેમાં યુવાન દાઝયો હતો.

જમાઈને બચાવવા જતા તેના સસરા હુશેનભાઈ આમદભાઈ રવાણી (ઉ.વ 55) પણ દાઝી ગયા હતા.જેથી બંનેને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુશેનભાઈ કાપડની મિલમાં નોકરી કરે છે.તેમને સંતાનમાં એક પુત્ર એક પુત્રી છે.

આ સમાચારને શેર કરો