વાંકાનેર: ગરીબ બાળકોને નાસ્તો આપીને પોતાના લાડકાનો જન્મદિવસ ઉજવ્યો.

શાહબાઝખાને તેમના પુત્ર શામશેરખાંન બર્થ-ડેની કરી અનોખી ઉજવણી…

વાંકાનેર: વાંકાનેરના ગુલાબનગરના પ્રમુખ શબાઝખાનના પુત્ર મોહંમદ શમશેરખાનનો આજે જન્મદિવસ છે. મોહંમદ શમશેરખાનનો જન્મ ૦૯/૧૧/૨૦૨૦ ના રોજ થયો હતો તે આજે 1 વરસ પૂરું કરીને બીજા વરસમાં પ્રવેશે કરેલ છે. આજે ખાન પરિવારમાં ભારે આનંદ-ઉત્સવ હતો…

આજે શાબાઝખાને પોતાના પુત્રના બીજા જન્મદિવસની ઉજવણી ગરીબ પરિવારના બાળકોના ચહેરા ઉપર ખુશી લાવીને કરવાનું નક્કી કર્યું… તેઓએ સ્લમ વિસ્તારના બાળકોમાં નાસ્તાનું વિતરણ કરીને પોતાના લાડકા શમશેર ખાનનો જન્મદિવસ ઉજવ્યો. સલ્મ વિસ્તારના બાળકોને નાસ્તાનાં પેકેટ મળતા તેના ચહેરા ઉપર ખુશી દેખાતી હતી એ જોઈને ખાન પરિવાર પણ ખુશ થતો હતો.

આમ પોતાની ખુશીમાં પણ ગરીબ બાળકોના ચહેરા ઉપર ખુશી લાવવા માટે તેઓને મનગમતો નાસ્તો આપીને તેમના પુત્રની જન્મદિવસની અનોખી ઉજવણી કરી એક અલગ રાહ ચિંધ્યો છે.

આ સમાચારને શેર કરો