મોરબી જિલ્લામાં 101 દિવસ બાદ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો…
દિવાળીના તહેવારમાં દક્ષિણ ગુજરાત ફરીને પરત આવેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ…
મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોઈ પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો અને આજે અચાનક 101 દિવસ બાદ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. લાંબા સમય બાદ આજે રવાપરમાં એક કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવક દક્ષિણ ગુજરાત ફરીને પરત આવ્યા બાદ તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે.
મોરબી જિલ્લામાં ગત તા. 30/07/21ના રોજ છેલ્લો કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો હતો. 101 દિવસ બાદ આજ રોજ ફરીથી મોરબી જિલ્લામાં કોરોના નો એક નવો કેસ નોંધાયેલ છે. મોરબી તાલુકા ના રવાપર ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 42 વર્ષના પુરુષ નો આજ રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. દિવાળીના તહેવારોમાં દક્ષિણ ગુજરાતમાં ફરવા માટે ગયેલ, અને પરત આવ્યા બાદ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા આજ રોજ દર્દીનું ટંકારા તાલુકાના નેકનામ પીએચસીમાં સેમ્પલ લઇ એન્ટીજન ટેસ્ટ કરતા કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે આ દર્દીએ કોરોના વેક્સિનના બંન્ને ડોઝ લીધેલ હોઈ હાલ કોરોનાના કોઈ ગંભીર લક્ષણો કે અસર જણાતી નથી. જિલ્લામાં ફરી કોરોનાનો કેસ નોંધાતા કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લેવામાં બાકી રહેલા તમામ લોકો તેમજ પ્રથમ ડોઝ લઈ લીધેલ હોઈ અને બીજા ડોઝમાં બાકી રહેલા તમામ લોકો ને સત્વરે તુરંત પોતાનો વેક્સિન નો ડોઝ મેળવી લેવા સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર – મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે.
આ વ્યક્તિની તબિયત સ્થિર છે પરંતુ કોરોના પોઝિટિવ આવતાં તેમની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે જેથી વધુ ફેલાય નહીં.
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…