skip to content

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડ પાસે વૃદ્ધને કાર ચાલકે હડફેટે લેતા મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સામે પગપાળા રસ્તો ક્રોસ કરી રહેલા વૃદ્ધને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચવાથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતના આ ઘટનામાં નવાપરા ખડીપરા શેરીમાં રહેતા રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમના પિતા સવશીભાઈ ભલાભાઈ ઘણાંદીયા ઉ.વ.૭૨ માર્કેટિંગ યાર્ડ બસસ્ટેન્ડ પાસે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે ગાડી નંબર GJ-12-DS-3109ના ચાલકે હડફેટે લેતા સવસીભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું.

આ અકસ્માતની વાંકાનેર સિટી પોલીસે રમેશભાઈ સવશીભાઈ ઘણાંદીયાની ફરિયાદના આધારે ગાડી નંબર GJ-12-DS-3109ના ચાલક વિરુદ્ધ આઇ.પી.સી.કલમ-૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ-૧૮૪, ૧૭૭ મુજબ ગુન્હો નોંધી કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો