વાંકાનેર: કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા છેલ્લા દિવસે માહિકા-મેસરિયા વિસ્તારને કેસરીયા રંગે રંગી ગયા

વાંકાનેર: સ્થાનિક સ્વરાજની તાલુકા અને જિલ્લા પંચાયતની આગામી 28 ફેબ્રુઆરીના રોજ ચુંટણી યોજાનારી છે. જેમાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જંગ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા ઉમેદવારોના સમર્થનમાં છેલ્લી ઘડીએ પ્રચાર પ્રસારમાં જોડાઈ, ગઈ કાલે રાતડીયા ગામે જાહેર સભા સંબોધી હતી.

રાતડીયા તાલુકા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર જીજ્ઞાશાબેન મેર અને મહીકા જિલ્લા પંચાયત સીટના ભાજપના ઉમેદવાર ગોરધનભાઈ સરવૈયાના સમર્થનમાં કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ રાતડીયા ગામે જંગી સભાને સંબોધી હતી. તેમજ ચૂંટણી પ્રચાર કાર્યાલયની મુલાકાત લીધી હતી. જ્યાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તા આગેવાનોએ કુંવરજીભાઈ બાવળિયા અને યુવરાજ કેસરીદેવસિંહજી ઝાલાનું સ્વાગત કર્યું હતું.
આ સભામાં કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથળીયા, વાંકાનેર યુવરાજ કેસરીસિંહ ઝાલા , વાંકાનેર તાલુકા ભાજપના અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિસ્તારમાં કુંવરજીભાઇ બાવળીયાની જાહેર પ્રચાર કાર્યની છેલ્લી ઘડીમાં સભા થતાં આ વિસ્તારમાં ભાજપને ખૂબ લાભ થશે. આ વિસ્તારના મતદારો કુંવરજીભાઈ ને સાંભળવા આવ્યા હતા અને કુરજીભાઈએ ઉપર નીચે બંનેમાં ભાજપને મત આપી ચારે ચાર તાલુકા પંચાયત અને માહિકા જિલ્લા પંચાયતના ઉમેદવારને મોટી લીડ સાથે વિજય બનાવવાની કરેલી અપીલને મનમાં ગાંઠ વાળી લીધી છે. જેમના કારણે આ વિસ્તારમાં ભાજપનો માહોલ બની ગયો છે. આ સભાથી મહીકા જિલ્લા પંચાયત અને ચાર ચાર તાલુકા પંચાયતમાં ખૂબ સારું વાતાવરણ ઊભું થયું છે.
