Placeholder canvas

ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષા દિવસની ઉજવણી ના કરવી નિંદા પાત્ર -મુજાહિદ નફીસ

ગુજરાતમાં શિક્ષણ નું કથળતું સ્તર

11 નવેમ્બરનો દિવસને એટલે દેશના પ્રથમ શિક્ષામંત્રી મોલના અબુલ કલામ આજાદના જન્મ દિવસને રાષ્ટ્રીય શિક્ષા દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે, પરતું ગુજરાત સરકાર દ્વારા આ દિવસ પર કોઈ પણ મોટો કાર્યક્રમ ના કરવો આ બાબત સરકારની ભેદભાવ પૂર્વક ની નીતિને સ્પષ્ટ કરે છે.

હાલમાં જ બહાર પાડવામાં આવેલ પ્રાથમિક શિક્ષા રિપોર્ટ અનુસાર વર્ષ 2015-16 માં ગુજરાતની કુલ શાળાઓ માંથી માત્ર 52.28 ટકા શાળાઓ નું ઇન્સ્પેક્શન કરવામાં આવેલ છે. જેનો અર્થ એ થાય છે કે સરકારને બાકી રહતી શાળાઓ માં વર્ષ દરમિયાન શું ચાલી રહયું છે તે ખબર જ નથી.

ગુજરાત ના સરકારી પ્રાથમિક શાળામાં કે જે ધોરણ 8 સુધી ચાલે છે તેમાં વર્ષ 2016-17 માં માત્ર 3.1 ક્લાસ રૂમ છે જેનો મતલબ એમ કે દરેક વર્ગ માટે અલગ ઓરડા પણ નથી. તેમજ 2.56 ટકા શાળાઓ માત્ર સિંગલ ઓરડામાં ચાલે છે અને માત્ર 1 જ શિક્ષક ધરાવતી શાળાઓ 5.21 ટકા છે. છોકરીઓ ના શૌચાલયની પાસે હાથ ધોવાની વ્યવસ્થા માત્ર 68.17 ટકા શાળાઓ માં જ છે. આ વર્ષ ની રિપોર્ટમાં જ જણાવેલ છે કે પ્રાથમિક શાળાઓ માં મેદાન ની ઉપલબ્ધતા માત્ર 67.94 ટકા શાળાઓ માં જ (કેવી રીતે રમશે ગુજરાત અને જીતશે ગુજરાત)

ભારત સરકાર ના લઘુમતી મંત્રાલય અનુસાર ગુજરાત સરકારે વર્ષ 2015-16 થી 2018-19 સુધી મોલના આજાદ રાષ્ટ્રીય ફેલોશિપ યોજના મુજબ એક પણ ફેલોશિપ આપેલ નથી, અને ગુજરાતમાં વર્ષ 2016-17 માં મુસ્લિમ છોકરીઓ ના સાળા છોડવાનું પ્રમાણ 10.18ટકા છે.

હાલમાં બહાર પાડવામાં આવેલ All India survey on Higher education (AISHE) 2018 અનુસાર ગુજરાત પીટીઆર (Pupil Teacher Ratio) એટ્લે કે વિધ્યાર્થી ના પ્રમાણ માં શિક્ષક માં સમગ્ર દેશમાં 26 મુ સ્થાન છે.

11 નવેમ્બરના દિવસે આ બધા મુદ્દાઓ પર ચર્ચા કરી અને સુધારા ના રસ્તાઓ વિચારી શકતા હતા જે મોલાના આજાદ ને સાચી શ્રધ્ધાંજલિ હોત પરંતુ સરકાર ને શિક્ષા મુદ્દે કોઈજ કામ કરવું નથી તેવું રાષ્ટ્રીય શિક્ષા દિવસ ના રોજ અનુભવ થઈ રહ્યો છે.

માઈનોરીટી કો ઓર્ડિનેશન કમિટીના કન્વિનર મુજાહિદ નફીસ સરકારના આ વલણની નિંદા કરે છે સરકાર ને અપીલ કરે છે કે રાજ્યમાં શિક્ષણ ના સ્તરને સુધારવા મજબૂત અને નક્કર પગલાં લે તેમજ આવનારા વર્ષો માં મોલાના આજાદના જન્મ દિવસે રાષ્ટ્રીય શિક્ષા દિવસને ગૌરવ પૂર્ણ રીતે મનાવવામાં આવે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો