એ ધાબળા કાઢી રાખજો, ગુજરાતમાં હાડ થિજવતી ઠંડી આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થઈ ગયો છે.  બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગહી અનુસાર આજ થી સમગ્ર રાજ્યમાં હાડ થીજવાદી તેવી ઠંડીનો ત્રીજા દૌરની શરૂઆત થઈ ચુકી છે. તેમજ  આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં આવી જ કાતિ લ ઠંડી પડવાનું અનુમાન કરવામાં આવ્યું છે. તો વળી રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસો સુધી કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. 

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસના વાદળછાયા વાતાવરણ બાદ રવિવારે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાયો. આમ રાજ્ય સહિત કેટલા જિલ્લામાં માવઠા બાદ ઠંડીમાં વધારો થવા પામ્યો છે.  આમ રવિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો પારો સિંગલ ડીઝિટમાં સિંગલ ડિજીટમાં પહોંચ્યા છે. ચાલુ વર્ષે પહેલીવાર અમદાવાદમાં તાપમાનનો પારો 9 ડિગ્રી અને ગાંધીનગરમાં 8 ડિગ્રીન નોધાયો છે. આ સાથે રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર કચ્છમાં અગામી બે દિવસો દરમિયાન કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે. 

આ સમાચારને શેર કરો