રાજકોટ: બોગસ આયુષ્યમાન કાર્ડના કૌભાંડકારોના રીમાન્ડ નામંજૂર..!!

રાજકોટ: શહેરમાં જે કુટુંબો આયુષ્યમાન કાર્ડ મેળવી શકે તેવા ન હતા તેવા કુટુંબોને રૂા.700 લઇ આ કાર્ડ આપવાનું કૌભાંડ ચાલતું હોવાની ફરિયાદ પ્ર.નગર પો.સ્ટે.માં નોંધવામાં આવેલી હતી જેના આધારે પોલીસે ધરપકડો પણ કરેલી હતી.

ઉપરોકત ફરિયાદમાં સુરતના કિશોરભાઇ નગરદાર ગાંધીનું પણ ખૂલેલુ જેથી કિશોરભાઇ ગાંધી દ્વારા કોર્ટમાં આગોતરા જામીન લેવામાં આવેલ હતા. ત્યારબાદ પોલીસે કિશોરભાઇની ધરપકડ કરી રીમાન્ડ કોર્ટમાં હાજર રહેવા નોટીસ આપેલી હતી.

સમગ્ર તપાસ એસઓજીને સોંપવામાં આવેલ હતી અને એસઓજી પીઆઇ દ્વારા કિશોરભાઇ નગરદાર ગાંધી દ્વારા આવા કેટલા કેમ્પો કરેલ છે તેમની સાથે અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે. રાજકોટના કૌભાંડના દસ્તાવેજો કબ્જે કરવાના છે તથા રકમો કબ્જે કરવાની છે. તેવા મતલબની રીમાન્ડ માંગવામાં આવેલી હતી.

દરમ્યાન આરોપી પક્ષની દલીલો લક્ષમાં લઇ ચીફ જયુડી મેજી. એસ.વી.મન્સુરીએ કિશોરભાઇ નગરદાર ગાંધીના રીમાન્ડ નામંજૂર કરેલ હતા. આ કામમાં કિશોરભાઇ નગરદાર ગાંધી વતી પથીક દફતરી, ભાવીન દફતરી, નેહા દફતરી, નુપૂર દફતરી, દિનેશભાઇ રાવલ, મુકેશભાઇ કેશરીયા, સંજયસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, મેઘાવીબેન ગજ્જર, પિનલબેન સાગર, તથા બરોડના જેનીશભાઇ ઝવેરી રોકાયેલ હતાં.

મોરબી જીલ્લામાં પણ આયુષ્યમાન કાર્ડ નું મોટું કૌભાંડ થયેલ છે. તે વાંકાનેર સુધી પહોંચેલ છે. આમ છતાં જવાબદાર અને ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડકારોને છાવરી રહ્યા છે. તેમની સામે કોઇ પગલાં ભરવામાં આવતાં નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2


આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો