વાંકાનેર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર કોરોના પોઝિટિવ
જીતુ સોમાણીના ભત્રીજા અને વોર્ડ નંબર-3ના ભાજપના ઉમેદવાર રાજ સોમાણી પોઝિટિવ આવતા ચૂંટણી પ્રચારને અસર
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી આડે ગણતરીના બે દિવસ જ બાકી છે ત્યારે આજે વોડ નંબર-૫ ના ભાજપના ઉમેદવાર અને જીતુ સોમાણીના ભત્રીજા રાજ સોમાણી કોરાના પોઝિટિવ આવતા ભાજપ છાવણીમાં સોપો પડી ગયો છે. ખાસ કરીને આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત પડી રહ્યા છે ત્યારે છેલ્લી ઘડીએ મતદારોના ડોર -ટુ ડોર ચૂંટણી પ્રચાર કાર્યને પણ માઠી અસર પડે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.