Placeholder canvas

રાજ્યમાં કાતિલ ઠંડી: મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી નીચું તાપમાન, હજુ ચાર દિવસ ઠંડી રહેશે.

ગુજરાતભરમાં બે દિવસથી પડતી કાતિલ ઠંડીમા લોકો રીતસરના ઠુંઠવાયા રહયા છે. ઉત્તરાયણ પર્વ તેમજ રજાના માહોલ વચ્ચે જ ઠંડીમાં વધારો થતા લોકોની મજા ઓછી કરી નાખી હતી. લોકોને દિવસે પણ સ્વેટર પહેરવું પડે એવી સ્થિતિનું હાલ નિર્માણ થયું છે. બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી નીચે તાપમન પહોંચ્યું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં હજુ 19 તારીખ સુધી ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. આ સાથે આજરોજ નલિયામાં 1.4 ડીગ્રી સાથે વર્તમાન સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં કોલ્ડવેવની સ્થિતિ છે.

ઉત્તરપૂર્વીય પવનો ફૂંકાતા ગુજરાતની ઠંડીમાં વધારો થયો છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં 10 ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં 1.4 ડીગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. અમદાવાદમાં 10.3 ડીગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 7.7 ડીગ્રી તાપમાન સાથે ઠંડીમાં વધારો થતા લોકો ઠુંઠવાયા હતા.

આ સાથે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત રાજ્યમાં હજુ 19 જાન્યુઆરી સુધી આ ચાર દિવસ લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવાનો રહેશે. વધતી ઠંડીના કારણે ખેડૂતોને પણ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ખેતી પાકોમાં નુકશાન થવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી છે. આ હાડ થીજવતી ઠંડીથી ખેતરોમાં ઉભેલા પાકમાં પણ બરફના થરો જામેલા જોવા મળ્યા હતા.

આ સમાચારને શેર કરો