Placeholder canvas

બગોદરાથી ધંધુકા જવાના માર્ગ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું ઘટનાસ્થળે મોત, સાતને ઇજા.

આજે વહેલી સવારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં બગોદરાથી ધંધુકા જવાના માર્ગ પર આવેલા રાયકા કૃપા પેટ્રોલ પંપ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકોએ પોતાના વાહનો રોકી ઘાયલ લોકોને બહાર કાઢ્યાં હતા.

આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. તો અન્ય કારસવાર લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ આ અકસ્માત ક્યાં કારણોસર થયો તેની જાણકારી મળેલ નથી.

આ સમાચારને શેર કરો