પૌત્રીનો બીજો જન્મદિવસ પણ દાદાએ પરિવારની એક્તા જળવવા સંયુકત જમણવાર રાખીને ઉજવ્યો
ટંકારા તાલુકાના હડમતિયામાં હંમેશા અન્ય સમાજમાં ગણના થાય છે તેવા મોટા સયુંક્ત ઠાકોર પરિવારની એક કુટુંબની મેઘધનુષ ભાવના સંગઠિત રહે અને એક બીજા પ્રત્યે સુખદુઃખમાં સહભાગી થવાની પ્રતીતિ કરાવે છે ત્યારે “વસુધૈવ કટુંમ્બક્મ” ની ભાવનાની પ્રતીતિ કરાવતો કિસ્સો
કન્યા કેળવણી અને સ્ત્રી સશક્તિકરણને પ્રાધાન્ય આપતો કિસ્સો “પૌત્રી જ મારા પુત્ર માટે પુત્ર સમાન ” ઘરમાં “રાહી” એ લક્ષ્મી સ્વરુપે 7 March 2018 ના રોજ જન્મ ધારણ કર્યો તેના આજે બે વર્ષ પુર્ણ અને ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ થતા “રાહી” ના જન્મદિવસે દાદાજીએ પરિવારની કુટુંબ ભાવના કેળવાય તે હેતુથી છેલ્લા બે વર્ષથી જમણવાર રાખીને જન્મદિવસની અનોખી ઉજવણી કરતો આ પરિવાર “વસુધૈવ કટુંમ્બક્મ” ની ભાવના ધરાવે છે.
ટંકારાના હડમતિયા ગામના સામાજિક કાર્યકર તેમજ પત્રકાર રમેશ ઠાકોરના મોટાભાઈ રતીલાલભાઈ ખાખરીયા (સજ્જનપર સેવા સ.મં.લી.- મંત્રી) ના પુત્ર હાર્દિકભાઈ તેમજ માતા છાયાબેનની કુખે લક્ષ્મી સ્વરુપે પુત્રીરત્ન “રાહી” નો જન્મ 7 March 2018 ના રોજ થયો હતો આજે રાહી બે વર્ષ પુર્ણ કરી ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમના દાદાજી બે વર્ષથી પૌત્રીના જન્મદિવસ પર દાદાના છ ભાઈઓનો પરિવાર તેમજ પિતરાઈ પરિવાર આશરે ૧૦૦ વ્યક્તિઓનો જમણવાર રાખી કુટુંબ-પરિવારમાં પ્રેમભાવના કેમ કેળવાય અને ભાતૃપ્રેમ કેમ વધે તે આશયથી તેમજ કન્યાકેળવણી અને નારી શક્તિને પ્રાધાન્ય આપવાના હેતુસર બે વર્ષથી જન્મદિવસ ઉજવવતા આવ્યા છે સમાજ જીવનમાં અન્યને “રાહી ” નામની આ કન્યાના જન્મદિવસે રાહ બતાવતો કિસ્સો સામે આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે આ ઠાકોર પરિવારનાં હડમતિયામાં અન્ય સમાજમાં પણ મોફાટ વખાણ થઈ રહ્યા છે કે સયુક્ત કુટુંબમાં એક જ છત નીચે મેઘધનુષ બની કેમ સાથે રહી શકાય તેવો દાખલો આ ઠાકોર પરિવારે વર્ષોથી પ્રેરણારુપે આપ્યો છે. ત્યારે દ્રષ્ટાંત સાથે કહેવુ પડે છે કે રાજકિય પક્ષો પણ ઈલેક્શન સમયે આ પરિવારના મોભી પાસે આટા મારતા થઈ જાય છે.
તદ્ ઉપરાંત કુટુંબ-પરિવાર પ્રત્યેની કવિ ભાવનાથી સુંદર પંક્તિ પણ કશુંક કઈ જાય છે…
” હોય એકબીજા પર લાગણીઓ અપાર, કદાચ તેને જ કુટુંબ કહેવાય..
વરસે જયાં વડિલોનો પ્રેમ અપાર, કદાચ તેને જ કુટુંબ કહેવાય..
હોય જ્યાં બાળકોની કિલકારીઓનો આવાજ, કદાચ તેને જ કુટુંબ કહેવાય..
ભુલીને મારા-તારાનું ભાન રહીએ સૌ સાથ, કદાચ તેને જ કુટુંબ કહેવાય..
જયાં કહેવું પણ ન પડે અને વગર કહીએ સમજી જાય, કદાચ તેને જ કુટુંબ કહેવાય..
જયાં મનાવાય કુટુંબ સાથે તહેવાર અને જનમદિવસ, કદાચ તેને જ કુટુંબ કહેવાય…”