રાજકોટ:માલીયાસણ પાસે ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
રાજકોટ, તા. 7
રાજકોટ કુવાડવા પોલીસ મથકની આગળ માલીયાસણ પાસે દર્શન ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરી રહેલા 15 જેટલા લોકોને માથે, મોઢે અને શરીરે ઈજા થતા 108 મારફતે અત્રેની સિવિલમાં ખસેડાયા છે. જેમાં ડ્રાઈવરને કેબીનમાંથી માંડ-માંડ બહાર કઢાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સમયે કુવાડવાના માલીયાસણ પાસે સુરતથી રાજકોટ આવી રહેલી દર્શન ટ્રાવેલ્સની ખાનગી બસને ટ્રક સાથે અકસ્માત થતા બસમાં મુસાફરી કરી રહેલા અંકલેશ્ર્વરના મુકબુલ મહમદ હુશેન પઠાણ, જુનાગઢના અમીના લાલજીભાઈ નાપાભાઈ ગજેરા ઉ.વ.75 તેમના પત્ની હેમીબેન ગજેરા, રાજસ્થાનનો મુંગલાલ ચુન્નીલાલ સુથાર જે રાજકોટ સુથારીકામ કરવા આવી રહ્યો હતો, જામકંડોરણાના ચીમનભાઈ નાથાભાઈ પીપળવા, વેંકળીના ગોકલભાઈ મોહનભાઈ માદરીયા, ગીતાબેન સુરેશભાઈ, જીગ્નેશભાઈ જેતીયા ડ્રાઈવર મહેશભાઈ સુર્યકાંતભાઈ પાળીવાર રાજકોટના કોઠારીયા નામનાં પ્રફુલ્લભાઈ શાંતીલાલ, કિરીટભાઈ ભગવાનજીભાઈ, સુરેશભાઈ નંદલાલભાઈ ઉ.વ.55, સવિતાબેન ગોકળભાઈ, જીગ્નેશભાઈ ઘોડીયા (રહે.જામકલ્યાણપુર) સંગીતાબેન પ્રફુલ્લભાઈ મકવાણા સહિતનાઓને માથે મોઢે ઈજા થતા 108 મારફતે અત્રેની સીવીલમાં ખસેડાયા છે.
અકસ્માતને પગલે ટ્રાફીક જામની સમસ્યા થતા કુવાડવા પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફીક કલીયર કરાવ્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ તજવીજ આદરી છે.