Placeholder canvas

બ્યુટી વિધાઉટ બ્રટાલિટી’ ટ્રસ્ટ (સુરત) દ્વારા બર્ડઝ હોસ્પિટલનું નવું સોપાન ”બર્ડસ કેર સેન્ટર’નો શુભારંભ કરાશે.

‘જીવો અને જીવવા દો’ ના સુત્રને સાર્થક કરીને અબોલ જીવોની સારવાર માટે કાર્ય કરતી ‘બ્યુટી વિધાઉટ બ્રટાલિટી’ ટ્રસ્ટ (સુરત) દ્વારા તા.૧૮,જુન, રવીવારનાં રોજ ૨૨૯, સાયલન્ટ ઝોન, મગદલ્લા એરપોર્ટની સામે, ડુમસ રોડ, ગવીયર, સુરત ખાતે પક્ષીઓને નાની–મોટી ઇજાઓની વધુ સારી અને આધુનીક સારવાર મળી રહે તે માટે દાતાઓના સહયોગથી પ.પૂ.આ.ભ.શ્રી વિજયકુમુદસુરીશ્વરજી કરૂણા પક્ષીતીર્થ, ‘બર્ડઝ હોસ્પિટલ’ નું નવું સોપાન ”બર્ડસ કેર સેન્ટર’ નો શુભારંભ કરાશે. માંગલીક કાર્યક્રમો સવારે ૬-૩૦ કલાકે પ.પૂ. આચાર્ય ભગવંતોનો પ્રવેશ, સવારે ૭–૩૦ કલાકે નવકારશી, સવારે ૯–૦૦ કલાકે સ્નાત્ર પૂજા, સવારે ૧૦–૩૦ કલાકે માંગલિક પ્રવચન, સવારે ૧૧–૦૦ કલાકે બર્ડ કેર સેન્ટરનું ઉદઘાટન, બપોરે ૧૨–૦૦ કલાકે સ્વામિવાત્સલ્ય વિગેરે પ્રસંગો યોજાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨૭ વર્ષથી ‘બ્યુટી વિધાઉટ બ્રટાલિટી’ ટ્રસ્ટ (સુરત) સંસ્થા કાર્યરત છે. સુરત શહેર સ્થિત આ સંસ્થા તાપી નદીના કિનારે આહલાદક કુદરતી નૈસર્ગિક વાતાવરણમાં અબોલ પક્ષીઓ માટે એક સુંદર બર્ડઝ હોસ્પિટલ જે ૨૦૦૭ના મે મહિનાથી કાર્યરત છે કે જે પ.પૂ.આ. ભ. શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી “પ.પૂ. આ.ભ.શ્રી વિજયકુમુદચંદ્રસુરીશ્વરજી કરૂણા પક્ષીતીર્થ”, “બર્ડઝ હોસ્પિટલ” ના નામે ચાલે છે.આજદિન સુધી આ સંસ્થા દ્વારા ૧,૯૬,૦૨૮ (એક લાખ છનું હજાર અઠ્ઠાવીસ) પક્ષીઓને જરૂર પડયે ઈન્ડોર ફેસેલીટી આપવામાં આવી છે. ટુસ્ટ દ્વારા નવસારી ઉના હાઈવે પર ‘પ.પ.આ.ભ.શ્રી યશોવર્મસુરીશ્વરજી મ.સા.’ ની પ્રેરણાથી ગુજરાત સરકારના સહયોગથી “કલરવ પક્ષીનું દવાખાનું” નવસારી તથા તેની આજુબાજુના વિસ્તારોને આવરી લઈ વિનામુલ્યે સેવા આપી રહયાં છે.

સંસ્થાની વિવિધ પ્રવૃતિઓમાં પ્રતિવર્ષ દાતાઓની સહાય દ્વારા મકરસંક્રાંતિ તહેવાર દરમ્યાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે સંસ્થાના કેન્દ્રો ઉપરાંત સુરત, વડોદરા, ભરૂચ તથા નવસારી તથા વિવિધ શહેરો/વિસ્તારોમાં ‘ત્રણ દિવસ મેડીકલ કેમ્પ’નું આયોજન તથા પક્ષી બચાવવાના સાધનો અને દવા વિગેરેનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે, યોગ્ય ડોકટરોના નેજા હેઠળ ૩૬૦ થી વધુ પક્ષીઓની તાત્કાલીક માઈનોર સર્જરી કરવામાં આવે છે. પક્ષીઓના રક્ષણ માટે બર્ડ ફિડર, કૃત્રિમ માળા તથા પાણીના કુંડાનું વિતરણ દરેક કેન્દ્ર પરથી કરવામાં આવે છે. પક્ષીઓ માટે વિવિધ સ્થળોએ ચબુતરાનું આયોજન કરવું, પક્ષીઓની ગેરકાનૂની પકડવાની તથા વહેંચવાની પ્રવૃત્તિ સામે સરકારી સંસ્થાઓની સહાયથી કાયદાકીય પગલા લેવા, જીવો અને જીવવા દો’ તથા ‘પર્યાવરણ બચાવો’ જેવા વિષયો ઉપર શાળા/કોલેજો તથા વિવિધ સંસ્થાઓમાં પોસ્ટર એકઝીબીશન તથા વિડીયો શો દ્વારા જન–જાગૃતિ કેળવવી, તેમજ તેના ભાગરૂપે ‘જીવો અને જીવવા દો’ તથા ‘પર્યાવરણ બચાવો’ વિષય પર પ્રતિવર્ષ ૨૬ મી જાન્યુઆરીના રોજ જીવન ભારતી સ્કૂલ, સુરત ખાતે આંતરશાળા ચિત્રકામ હરીફાઈનું કામયી ધોરણે આયોજન કરવામાં આવે છે.

પ.પૂ.આ.ભ.શ્રી વિજયમસુરીશ્વરજી કરૂણા પક્ષીતીર્થ’, બર્ડઝ હોસ્પિટલ” નું નવું સોપાન બર્ડસ કેર સેન્ટર’નાં પ્રેરણા દાતા પ.પૂ.આ. ભ. શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા. તથા મુખ્ય સહયોગી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પબ્લીક ચેરીટેબલ ટ્રસ્ટ તથા શુભેચ્છક શ્રીમતી જયોત્સનાબેન જયંતીશાહ પરીવાર રહેશે. પ.પૂ.આ. ભ. શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસુરીશ્વરજી મ.સા.ની શુભ પાવન નિશ્રા તથા મુખ્ય મહેમાનશ્રીઓ હર્ષ સંઘવી (રાજયમંત્રી ગૃહ, ઉદ્યોગ, સંસ્કૃતિ, વાહનવ્યવહાર, સંસ્કૃતિ, વાહનવ્યવહાર, યુવા રમતગમત), મુકેશભાઈ પટેલ (રાજયમંત્રી–વન-પર્યાવરણ), સંદીપભાઈ દેસાઈ (ધારાસભ્યશ્રી), નિરવભાઈ શાહ (પૂર્વ ડે. મેયર, સુરત), નેન્સી શાહ (કોર્પોરેટરશ્રી), કેતનભાઈ મહેતા (કોર્પોરેટરશ્રી) વિગેરે ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રીમતી વિશાખા શરદ કાંટાવાળા (પ્રમુખશ્રી બ્યુટી વિધાઉંટ બુટાલિટી ટ્રસ્ટ, સુરત), ટ્રસ્ટીઓ શ્રીમતી સુચેતા આર. વાસણવાળા, શ્રીમતી નીના એસ. દેસાઈ, નંદકુમાર ગરત, આશીષભાઈ એચ. શાહ (ઉંમરગામ), નિલય એસ. કાંટાવાળા તથા પ્રકૃતિ પ્રોટેકટર ટીમના જીગ્નેશ પટેલ, ઘનશ્યામભાઈ કથીરીયા, હિરેનભાઈ દેસાઈ, સ્મિત દોશી, ડો. અંકિતભાઈ પટેલ, ડો. અંકિતભાઈ રાઠોડ, ડો. પિયુષભાઈ બલદાનીયા અને વ્યવસ્થાપક કમિટીના જૈનમ શાહ, માનવ શાહ, પ્રતિક લાકડાવાળા, શ્રીમતી વંદના કાંટાવાળા, વિરલભાઈ હેકકડ, ચેતનભાઈ શાહ, જૈમીન શાહ, કેતનભાઈ શાહ, ચિરાગભાઈ પટેલ વિગેરેની ટીમ જહેમત ઉઠાવી રહી છે. કાર્યક્રમની અંગેની વિશેષ માહિતી માટે શ્રીમતી વિશાખા એસ. કાંટાવાળા (મો.૯૨૨૮૧ ૧૧૭૦૫), આશીષ એચ. શાહ (મો. ૯૩૭૪૯ ૬૩૭૬૮) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો