વાંકાનેર: માટેલમાં બાઈક ચોરી, પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામે બાઈક ચોરીની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં વીનોદભાઇ જગાભાઇ ધેણોજા (ઉ.વ. 37)એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 17ના રોજ રાત્રે 9 વાગ્યાથી તા. 18ના રોજ સવારે 7 વાગ્યા દરમિયાન માટેલ ગામે બાપા સીતારામ મંદીર વાળી શેરીમાં વિનોદભાઇએ હીરો હોન્ડા સ્પ્લેન્ડર રજી. નં. જી.જે.-૩૬-કે-૬૫૨૭ ઘર પાસે હેન્ડલ લોક કર્યા વગર પાર્ક કરેલ હતું. આ બાઈકની ચોરી થઇ ગયેલ છે. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી બાઈક ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.