વાંકાનેર: ટોલનાકા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા ચાલાકનું મોત, મહિલાને ઇજા

વાંકાનેર : વાંકાનેર નજીક ટોલનાકા પાસે ટ્રકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇકમાં સવાર મહિલાને ઇજા પોહચી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માતની મળેલી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઢુવા પાસે આવેલ લીવોન સીરામીક ની ઓરડીમા રહીને મજૂરી કામ કરતા હુશનારાબેન અબુલ્ભાઇ શેખ તથા સદામ ઇસ્લામ સેખ (ઉ.વ.૨૮) ગઈકાલે મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ વધાસીયા ટોલનાકા પાસેથી પોતાના બાઈક નં જી જે ૧૩- જે જે -૧૯૩૦ પર આગળ જતા હતા. ત્યારે ટ્ર્ક નં આર જે ૪૦ જી એ ૦૬૩૫ ના ચાલકે બાઇકને સાઇડમાથી હડફેટે લઇ પછાડી દેતા સાહેદ સદામ ઇસ્લામ સેખને મોઢાના ભાગે છતીના ભાગે બન્ને હાથે ગંભીર ઇજા થતા તેનું મોત થયું હતું અને મહિલાને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •