હળવદમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ઉપર હુમલો: ગાડીના કાચ ફોડ્યા

હળવદ : ચોરીના આરોપીઓના લોકેશનના આધારે ખાનગી ઇનોવા કારમાં હળવદ આવેલી અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ઉપર ત્રણ રસ્તા નજીક ટોળાએ હલ્લાબોલ કરી ગાડીના આગળના કાચ ફોડી નાખતા ચકચાર મચી ગઈ હતી.

જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રે સાડા નવથી પોણા દસ વાગ્યાના અરસામાં હળવદ માળીયા હાઇવે ઉપર હળવદના ત્રણ રસ્તા નજીક ખાનગી ગાડીમાં અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની ટીમ ચોરીના બે આરોપીઓ સાથે લઈને ગુન્હામાં સંડોવાયેલ અન્ય આરોપીના લોકેશનને આધારે પગેરું દબાવી આવી પહોંચી હતી.ખાનગી ગાડીમાં આવેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી હળવદના ભારત પેટ્રોલપમ્પ નજીક કાર્યવાહી શરૂ કરતાં જ અહીં ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસની ખાનગી ઇનોવા ગાડીનો આગળનો કાચ ફોડી નાખવામાં આવ્યો હતો.

હળવદ પોલીસને બનાવની જાણ થતાં બે ગાડીઓ પણ બનાવ સ્થળે દોડી આવી હતી અને ટોળું વિખેરાઈ ગયું હતું જયારે કેટલાક લોકો નાસી છૂટ્યા હતા.

આ સમાચારને શેર કરો