રાજકોટમાં મકાન બાબતે ઝઘડો થતા દિયરે કરી ભાભીની હત્યા
રાજકોટમાં મકાન બાબતે ઝઘડો થતા દિયરે કરી ભાભીની હત્યા
રાજકોટ : શહેરમાં એકતરફ ચોરી, લૂંટ તેમજ હત્યાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. બીજી તરફ પોલીસ ટ્રાફિક નિયમનમાં વ્યસ્ત છે. ત્યારે દેવપરા વિસ્તારમાં એક દિયરે મકાનના ઝઘડામાં પોતાના સગા ભાભીની હત્યા કરતા અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીને પણ ઝડપી પાડ્યો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, ભારતીબેન સરધારા નામના 40 વર્ષીય મહિલાને તેના દિયર ચમન સરધારાએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા છે. જોકે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી દિયરને ઝડપી પાડ્યો છે. પરંતુ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે. તેમજ તે વર્ષોથી સતત પોલીસને ભાઈ ભાભી વિરુદ્ધ મિલકત મામલે અરજીઓ કરતો રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…