skip to content

મોરબી:જિલ્લા પંચાયત પાસે તોતીંગ વૃક્ષ ધારાશાયી : રીક્ષા અને બાઇક દબાયા

મોરબી : જિલ્લા પંચાયતના ગેટ સામે, રેલવે સ્ટેશન રોડ ઉપર, રેલવે સ્ટેશન અંદર આવેલ વર્ષો જૂનું પીપળનું વૃક્ષ આજે અચાનક ધારાશાયી થયું હતું. આ વૃક્ષ દીવાલ તોડીને બહારના નવલખી રોડ ઉપર ખાબકતા એક રીક્ષા અને બાઇક દબાય ગયા હતા. રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં જાનહાની થઈ નથી.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સ્ટેશન રોડ ઉપર જિલ્લા પંચાયતના ગેટની સામે રેલવે સ્ટેશનની અંદર આવેલ વર્ષો જુનું તોતીગ વૃક્ષ આજે અચાનક કુદરતી રીતે તુટી પડ્યુ હતું. આ પીપળનું ઝાડ રેલવે સ્ટેશનની દીવાલ તોડીને બહાર નવલખી રોડ ઉપર ખાબકયું હતું. ત્યાંથી પસાર થતી એક રીક્ષા અને બાઇક ચાલક માથે આ વૃક્ષ પડતા રિક્ષાનો બુકડો બોલી ગયો હતો. બન્ને વાહન ચાલકનો આબાદ બચાવ થયો હતો.પણ રોડ ઉપર વૃક્ષ પડવાથી રોડ બ્લોક થઈ ગયો હતો.જેના કારણે થોડી વાર માટે ટ્રાફિક જામ થયો હતો.

જુઓ વિડિયો…

કપ્તાનની youtube ચેનલ 👍લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને 🔔 બેલ આઈકોન પૂછ કરો

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/HXxRwRhpPxVK3z7VKGWTpv

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો