skip to content

BAOUના તેજતૃષા-2022માં વાંકાનેરના વિધાર્થીઓએ બીજો ક્રમ મેળવ્યો.

ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માં [A++] પ્લસ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે તેજતૃષા 2022 અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન યુનિવર્સિટી કેમ્પસ અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં વાંકાનેર સેન્ટરના કુલ 21 વિદ્યાર્થીઓએ રાસ ગરબા, રંગોળી, ઓન ધ સપોર્ટ પેઇન્ટિંગ, કોલાજ, હળવું કંઠય સંગીત, કાવ્ય પઠન, જૂથ ચર્ચા, એમ કુલ આઠ વિભાગમાં ભાગ લીધો હતો, જેમાં ત્રણ સ્પર્ધામાં દ્વિતીય નંબર મેળવીને મેડલ પ્રાપ્ત કર્યા હતા.

1 હળવું કંઠ્ય સંગીત:- સાગધ્રા ડોલીન એ.
2 કોલાજ :- શેરસીયા શમાબાનું
ભરવાડ રાસ :-
રાઠોડ અનિલ, મુંધવા ક્રિષ્નાબેન, બાંભવા રેખાબેન, ગરીયા રણજીત, ફાંગલીયા રોહિત, ફાંગલિયા જગદીશ, સાનિયા યુનો, સાગધ્રા ડોલીન, સાગધ્રા અલ્શેસા, બાદી ફિઝા, સોલંકી માયા, સોલંકી ગૌતમ, મકવાણા ઉર્મિલા, નાગવાડીયા મયુર.

આ તમામ વિદ્યાર્થીઓને ડૉ.બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડૉ. અમીબેન ઉપાધ્યા તથા જીતુભાઈ વાઘાણીના હસ્તે મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તમામ વિદ્યાર્થીઓને તેજતૃષા 2022 સપ્રધામાં ભાગ લેવા માટે જરૂરી માર્ગદર્શન વાંકાનેર અભ્યાસ કેન્દ્રના સંચાલક શ્રીમતી શીતલબેન શાહ દ્વારા આપવામાં આવ્યું હતું.

આ સમાચારને શેર કરો