Placeholder canvas

વાંકાનેર: રાજગઢ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂ સાથે પકડાયેલ ૨ આરોપીના જામીન મંજુર

વાંકાનેર: રાજગઢ ગામની સીમમાંથી અંગ્રેજી દારૂની ૧૪૪ બોટલ સાથે પકડાયેલ ૨ આરોપીના જામીન મંજુર કરીને આરોપીને રૂ.૧૫૦૦૦/- જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ.

આ કેસની ટૂંકમાં હકીકત એવી કે તા.૧૫-૧૨-૨૦૨૦ ના રોજ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા રાજગઢ ગામની સીમમાં બંગલાવાળી વાડીએ ઓરડીમાં રેડ કરતા ત્યાં બે ઈસમો મળી હાજર હોય જેનું નામ પૂછતાં માવજી ભનુભાઈ નદાસીયા તથા મેહુલ દેવાભાઇ નદાસિયા હોવાનું જણાવેલ જે બંને આરોપીને સાથે રાખી ઓરડી ચેક કરતા ઈંગ્લીસ દારૂની ૧૪૪ બોટલ મળી આવેલ જેની કિંમત રૂ.૪૯૫૦૦/- જે અંગે પોલીસ અધિકારી દ્રારા ઈંગ્લીસ દારૂનો જથ્થો રાખવા અંગે કોઈ પાસ પરમિટ કે આધાર હોય તો રજુ કરવાનું જણાવતા કોઈ પાસ પરમિટ ન હોય જેથી તપાસ અર્થે દારૂની બોટલ પંચનામાની વિગતે કબ્જે કરેલ અને બંને આરોપીને અટક કરી તા.૧૭-૧૨-૨૦૨૦ ના રોજ રિમાન્ડ અરજી સાથે રજુ કરતા દીન ૧ ના રિમાન્ડ મંજુર કરેલ

રિમાન્ડ પૂરા થતાં ગત તા.૧૮-૧૨-૨૦૨૦ ના રોજ આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીના વકીલ મારફત જામીન અરજી રજુ કરેલ જે નામદાર જયું. મેજી. (ફ. ક.) સાહેબ એ ના મંજુર કરેલ જેથી આરોપીના વકીલ મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ અને આરોપી માવજી ભનુભાઈ નદાસીયા તથા મેહુલ દેવાભાઇ નદાસિયાના વકીલ દ્રારા દલીલ કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજુ કરેલ જે નામદાર સેસન્સ કોર્ટ ધ્યાને લઇ આરોપીને રૂ.૧૫૦૦૦/- જામીન પર મુક્ત કરતો હુકમ કરેલ.

આ બંને આરોપી માવજી ભનુભાઈ નદાસીયા તથા મેહુલ દેવાભાઇ નદાસિયા વતી મુસ્કાન એસોસિએટસ ના એડવોકેટ બી.એસ.લુંભાણી, એસ.એમ.શેરસીયા તથા એ.એ.માથકીયા રોકાયેલ હતા.

એડવોકેટ એસ.એમ.શેરસીયા
આ સમાચારને શેર કરો